PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં 5 હજાર 206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. 4 હજાર 505 કરોડના કાર્યોમાં 1 હજાર 426 કરોડના કામોનું લોકાર્પણ અને 3 હજાર 79 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે.
આ પણ વાંચો : Chhota udepur Breaking : પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી, વૃદ્ધાનું મોત, જૂઓ Video
જેમાં 9 હજાર 88 નવા વર્ગખંડો, 50 હજાર 300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19 હજાર 600 કોમ્પ્યુટર લેબ્સ, 12 હજાર 622 વર્ગખંડોનું અપગ્રેડેશન સહિતની અન્ય સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
કુલ 7 હજાર 500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરાશે. આ માટે રૂપિયા 60 કરોડનો ખર્ચ કરાયો છે. રૂપિયા 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂપિઆ 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ અને રૂપિઆ 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે. પીએમ મોદીના આગમનને લઈ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
વડાપ્રધાન મોદી દાહોદવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે.આજે વડાપ્રધાનના હસ્તે દાહોદમાં છાબ તળાવ અને જવાહર નવોદય શાળાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. છોટાઉદેપુરના બોડેલીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 117.30 કરોડના ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવની કાયાપલટ કરવામાં આવી હતી. બીજી તરફ લીમખેડાના પાલીમાં 23 કરોડના ખર્ચે બનાવામાં આવેલા જવાહર નવોદય શાળાનું લોકાપર્ણ થશે