ગુજરાતના નવા મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને ગૃહ મંત્રી અમિત શાહ પીએમ નિવાસે પહોંચ્યા
ગુજરાતના મંત્રીમંડળના સભ્યોને લઇને ચર્ચા કરવા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે. તેમજ તેવો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ,ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પીએમ મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા છે .
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. જો કે તેમા મંત્રીમંડળના સભ્યોને લઇને ચર્ચા કરવા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે. તેમજ તેવો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ,ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પીએમ મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા છે .
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે
CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.