PM મોદીનુ અંબાજીના ચાચર ચોકમાં આદિવાસી પરંપરા મુજબ થશે સ્વાગત, તૈયારીનો જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બે દીવસીય ગુજરાત પ્રવાસની શરુઆત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરીને શરુ કરશે. અંબાજી આવી રહેલા વડાપ્રધાનને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈ 2000 સુરક્ષા જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ પહોંચશે અને જ્યાં જાહેર સભા સંબોધન કરશે.
આવતીકાલે સોમવારે અંબાજીના દર્શન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંબાજીની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા હોઈ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આદિવાસી પરંપરા મુજબ વડાપ્રધાન મોદીનુ સ્વાગત કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ
વડાપ્રધાન મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતની શરુઆત અંબાજીથી થનારી છે. અંબાજી માતાજીના દર્શન કરીને પ્રવાસની શરુઆત પીએમ મોદી કરશે. ચાચર ચોકમાં વડાપ્રધાન મોદીનુ સ્થાનિક આદિવાસી લોકનૃત્ય અને ભજન વડે કરાશે. દાંતાના મંડાલી અને શનાલી ગામના લોકો વડાપ્રધાનનુ સ્વાગત કરશે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 29, 2023 07:23 PM
