PM Modi ફરી આવશે ગુજરાત, 19 અને 20 ઓકટોબરના રોજ છ જિલ્લામાં કાર્યક્રમમાં આપશે હાજરી

|

Oct 13, 2022 | 7:05 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇને ભાજપ(BJP) એક્શન મોડમાં છે. જેમાં પીએમ મોદી(PM Modi Gujarat Visit)અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે અવાર નવાર આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇને ભાજપ(BJP) એક્શન મોડમાં છે. જેમાં પીએમ મોદી(PM Modi Gujarat Visit)અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે અવાર નવાર આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં પીએમ મોદી 19 અને 20 ઓકટોબરના રોજ ગુજરાત આવશે. તેવો 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં અને 20 ઓક્ટોબરે મહીસાગર, છોટા ઉદેપુર અને કેવડિયામાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત પીએમ મોદી આ પ્રવાસ દરમ્યાન ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોમાં હાજરી આપશે. જ્યારે કેવડિયામાં વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં પણ હાજરી આપશે.

આ ઉપરાંત  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કાગવડ ખોડલધામ મંદિરમાં  ધજા ચઢાવે તેવી શક્યતા છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે આમંત્રણ પણ મોકલવામાં આવી શકે છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ મંદિરની મુલાકાત લઇ શકે છે.

સરદાર પટેલ જયંતીના દિવસે ધજા ચઢાવે તેવી શક્યતા

લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ ખોડલધામ મંદિરમાં આગામી દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લઇ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ,રમેશ ટીલાળા આવતા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા રુબરુમાં જઇ શકે છે. અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતીના દિવસે તેઓ ખોડલધામ ખાતે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે માટે વિવિધ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.

લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન કરે તેવી શક્યતા

આ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. 54 બેઠકમાંથી અહીં ભાજપને 23 બેઠક જ મળી હતી અને કોંગ્રેસને 30 બેઠક મળી હતી. ભાજપે આ ચૂંટણીમાં લેઉઆ પાટીદાર સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તો થોડા દિવસમાં લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.

Published On - 7:00 pm, Thu, 13 October 22

Next Video