ભાવનગર : વડાપ્રધાન મોદીના આગમનને લઈને રોડ-શોના રૂટ પર યુદ્ધના ધોરણે કામગીરી,જુઓ VIDEO

|

Sep 25, 2022 | 8:45 AM

ભાવનગરના જવાહર મેદાનમાં પીએમ મોદી (PM Narendra modi) બપોરે જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં અમરેલી, ભાવનગર અને બોટાદના 2 લાખથી વધારે લોકો હાજરી આપશે.

ભાવનગર : વડાપ્રધાન મોદીના આગમનને લઈને રોડ-શોના રૂટ પર યુદ્ધના ધોરણે કામગીરી,જુઓ VIDEO
PM Modi road show

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ-શો અને જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા છ હજાર કરોડથી વધારે રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ભાવનગર એરપોર્ટથી (Bhavnagar airport) મહિલા કોલેજ સર્કલ પહોંચશે. જ્યાંથી 2 કિલોમીટર લાંબો રોડ શોમાં (Road-show) હજારોની સંખ્યામાં સ્થાનિકો, આગેવાનો અને કાર્યકરો જોડાશે. આ રૂટ પર વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે પેચવર્ક અને રંગરોગાનનું કામ હાથ ધર્યું છે.

જાહેરસભામાં 2 લાખથી વધારે લોકો હાજરી આપશે

ભાવનગરના જવાહર મેદાનમાં પીએમ મોદી (PM Narendra modi) બપોરે જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં અમરેલી, ભાવનગર અને બોટાદના 2 લાખથી વધારે લોકો હાજરી આપશે. ભાવનગરના વહીવટી તંત્ર દ્વારા PM મોદીના કાર્યક્રમને લઈ જરૂરી તૈયારીઓ અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવરાત્રી શરૂ થતા જ વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનું જોર લગાવી રહી છે. રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે.

Published On - 8:44 am, Sun, 25 September 22

Next Article