અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ, જુઓ VIDEO

વડાપ્રધાન (PM Modi) બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે, વિશાળ મંડપની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ મંડપમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 8:35 AM

બનાસકાંઠાના (Banaskantha) અંબાજીના ચીખલા ખાતે વડાપ્રધાન મોદીના (PM Modi) આગમનને લઇને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજીમાં (Ambaji) માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. જેને લઈને પ્રથમ વખત જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમનો વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ મંડપની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ મંડપમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે.  વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.

 વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના કરશે દર્શન

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી ફરીએક વાર (PM Modi Gujarat Visit) ગુજરાત મુલાકાતે આવવાના છે.5 દિવસના પ્રવાસમાં તેઓ 12 જન સભાને સંબોધન કરશે.આગામી 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ સમય દરમિયાન નવરાત્રિ (navratri)  છે. ત્યારે નવરાત્રીમાં વડાપ્રધાન યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન પણ કરશે. 30 સપ્ટેમ્બરે તેઓ બનાસકાંઠાના ચીખલા ખાતે વિશાળ જંગી સભા પણ યોજવાના છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">