Surat : NDAની ભવ્ય જીત બાદ લેવાયો નિર્ણય, સુરતમાં PM મોદી મળશે બિહારના વતનીઓને, જુઓ Video
બિહારની ચૂંટણીના પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોટો ફેરફાર થયો છે. બિહારમાં NDAની ભવ્ય જીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતથી રવાના થતા પહેલા PM મોદી બિહારના વતનીઓને મળે તેવી શક્યતા છે. સુરતમાં વસતા બિહારના વતનીઓએ PMના અભિવાદનની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરત એરપોર્ટ પર PM મોદી બિહારના વતનીઓનું અભિવાન સ્વીકારશે. તેમજ આજે સાંજે 4 કલાકે સુરત એરપોર્ટની મુલાકાત કરશે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 10થી 15 હજાર લોકો ઉમટે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે PM મોદી સુરત એરપોર્ટથી સીધાં દિલ્લી માટે રવાના થવાના હતા. પરંતુ, બિહારના વતનીઓની લાગણીઓને માન આપીને તેમણે તેમનું અભિવાદન ઝીલવાનો નિર્ણય લીધો છે.