PM મોદીનો જાજરમાન રોડ-શો! જનજાતીય ગૌરવ દિવસ પર 9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી – જુઓ Video

PM મોદીનો જાજરમાન રોડ-શો! જનજાતીય ગૌરવ દિવસ પર 9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી – જુઓ Video

| Edited By: | Updated on: Nov 15, 2025 | 9:22 PM

ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ઉત્સાહનો માહોલ સર્જાયો. ડેડિયાપાડાથી લઈને સુરત સુધી લોકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો.

દક્ષિણ ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ઉત્સાહનો માહોલ સર્જાયો. ડેડિયાપાડાથી લઈને સુરત સુધી લોકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો. જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીના અવસરે વડાપ્રધાને 9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. PM મોદીના આ કાર્યક્રમમાં અંદાજિત 10 થી 15 હજાર લોકો ઉપસ્થિત રહ્યા.

બીજી તરફ સુરતમાં વસતા બિહારવાસીઓએ બિહારની જીતની ખુશીમાં PM મોદીનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. PM મોદીએ બિહારની ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત અંગે જણાવ્યું કે, બિહારના દરેક વર્ગે NDAને સાથ આપ્યો છે અને બિહારે જાતિવાદની રાજનીતિને નકારી છે. તેમણે કહ્યું કે, સામાન્ય મતદારોએ એકતરફી મતદાન કર્યું છે અને દુનિયાના દરેક ખૂણામાં બિહારનો ટેલેન્ટ દેખાય છે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, આજે દરેક ક્ષેત્રે આદિવાસી યુવકો આગળ વધી રહ્યા છે. એકલવ્ય મોડલ આદિવાસી સ્કૂલ માટે 18,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. આદિવાસી યુવાઓને જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ આવવાની હિંમત રાખે છે. આ સિવાય વર્ષ 2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારનું નહોતુ. આવનારી પેઢી યાદ રાખે તે માટે દેશમાં ઘણા ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજપીપળામાં 25 એકર જમીન પર ટ્રાઇબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો