વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી તૈ પૈકી 260 કરોડના ખર્ચે 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજનું નિર્માણ પામેલી છે. વડાપ્રધાને કોલેજનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કોલેજનું નિર્માણ કરનારા કામદારો સાથે પણ સંવાદ સાધ્યો હતો. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇટેક લેબોરેટરી, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટે વિશેષ લેબ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ તેમજ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં નમો મેડિકલ કોલેજના ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જાહેરસભાને સંબોધી હતી. આ દરમ્યાન વડાપ્રધાન મોદી વિકાસ મુદ્દે ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસ પર વરસ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં અગાઉની સરકારના શાસનમાં લાંબ સમય સુધી સરકારી પ્રોજેક્ટ્સ લટકી રહેતા હતા. ક્યારેક તો શિલાન્યાસના પથ્થરો પણ પડી જતા હતા પણ પ્રોજેક્ટ પૂર્ણ થતાં નહોતા પરંતુ છેલ્લા 9 વર્ષમાં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ ગયું છે
પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકારતાં કહ્યું કે અનેક દાયકાઓ સુધી વિકાસને રાજકીય વોટબેંકના ત્રાજવે જ તોળવામાં આવ્યો. આઝાદીના દાયકાઓ બાદ પણ દમણ, દીવ કે દાદરા નગર હવેલીમાં એક પણ મેડિકલ કોલેજ ન બની. જેના કારણે અસંખ્ય આદિવાસી બાળકો ડોક્ટર કે એન્જિનિયર ન બની શક્યા, પરંતુ આજે દેશમાં તુષ્ટિકરણ પર નહીં પરંતુ સંતુષ્ટિકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:57 pm, Tue, 25 April 23