PM મોદીના જન્મ સ્થળેથી મળ્યા ઈસ્લામથી પણ જૂના મકાનના પુરાવા, જુઓ 4 મિનિટનો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન લગભગ 2800 વર્ષ જૂની વસાહત હોવાના પુરાવા મળ્યા છે. અહીં 800 બીસીની આસપાસ માનવ વસવાટના એક લાખથી પણ વધારે પુરાવા મળ્યા છે. છેલ્લા 7 વર્ષથી અહીં 30 જેટલી જગ્યાએ ખોદકામનું કામ ચાલી રહ્યું હતું.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન લગભગ 2800 વર્ષ જૂની વસાહત હોવાના પુરાવા મળ્યા છે. આ ખોદકામ IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગ (ASI)ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં 800 બીસીની આસપાસ માનવ વસવાટના એક લાખથી પણ વધારે પુરાવા મળ્યા છે. છેલ્લા 7 વર્ષથી અહીં 30 જેટલી જગ્યાએ ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. ટીમે 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે.
ખોદકામમાં મૌર્ય, ઈન્ડો-ગ્રીક, ઈન્ડો-સિથિયન અથવા શક-સત્રપ, હિંદુ-સોલંકી, સલ્તનત-મુઘલ (ઈસ્લામિક)થી ગાયકવાડ-બ્રિટિશ સંસ્થાનવાદી શાસન અને હાલના શહેરનો સમાવેશ થાય છે. જ્યારે માટીના વાસણો, તાંબુ, સોનું, ચાંદી, લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇન કરેલી બંગડીઓ જેવી પુરાતત્વીય કલાકૃતિઓ મળી આવી હતી.
આ પણ વાંચો: PM મોદીના જન્મસ્થળેથી મળ્યા 2800 વર્ષ જૂના મકાનના પુરાવા, 7 વર્ષથી ASI કરી રહ્યા છે ખોદકામ, જુઓ તસવીરો

