PM મોદીનો યોગપ્રેમ! 3 ખાસ મંત્ર જેનાથી તેઓ સમગ્ર દેશને આપી રહ્યા છે ‘માર્ગદર્શન’ – જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2025 | 5:59 PM

પીએમ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ રાજકીય નેતૃત્વ સુધી સીમિત નથી. તેમના જીવનમાં આધ્યાત્મિક અનુસાશન પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નરેન્દ્ર મોદીએ ભારતને યોગ ગુરુ તરીકે વૈશ્વિક મંચ પર સ્થાન અપાવ્યું છે.

નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ માત્ર રાજકીય નેતૃત્વ સુધી સીમિત નથી પરંતુ તેમના જીવનમાં આધ્યાત્મિક અનુશાસન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ભારતને યોગ ગુરુ તરીકે વૈશ્વિક મંચ પર સ્થાન અપાવ્યું છે. પીએમ મોદીનું માનવું છે કે, યોગ શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શાંતિ પણ આપે છે.

યોગ કરવાથી માણસને એકાગ્રતા, ધીરજ અને આત્મવિશ્વાસ મળે છે. નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને 21 જૂનને યુએસમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ‘યોગથી મળેલી એકાગ્રતા, પ્રાણાયમથી મળેલી ઉર્જા અને ધ્યાનથી મળતી શાંતિ’ આ ત્રણેય ગુણો વડે તેઓ સમગ્ર દેશને માર્ગદર્શન આપી રહ્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.