ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 140 કરોડના ખર્ચે આધુનિક સગવડવાળા 216 ફ્લેટ બનાવવાનું આયોજન : પૂર્ણેશ મોદી
ગુજરાતમાં ધારાસભ્યની સંખ્યા વધે તો પણ તમામને નિવાસ મળી રહે તે હેતુથી અત્યઆધુનિક 9 ટાવર અને 216 યુનિટ ફ્લેટ બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. આ ફ્લેટનો કારપેટ એરિયા 1840 ચો.મી હશે.
ગુજરાતમાં(Gujarat)ગાંધીનગર (Gandhinagar) ખાતે ધારાસભ્યો (MLA) માટે 140 કરોડના ખર્ચે આધુનિક સગવડવાળા 216 ફ્લેટ(Flat) બનાવવાનું સરકારે આયોજન કર્યું છે. આ અંગે માહિતી આપતા કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદી ( Purnesh Modi)એ જણાવ્યું હતું કે રાજ્યમાં દર 25 વર્ષે આવાસની નવી જરૂરિયાત ઉભી થતી હોય છે. તેમજ નવા આવાસો માટે ગાંધીનગરમાં હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના એક ભાગરૂપે ધારાસભ્યની સંખ્યા વધે તો પણ તમામને નિવાસ મળી રહે તે હેતુથી અત્યઆધુનિક 9 ટાવર અને 216 યુનિટ ફ્લેટ બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. આ ફ્લેટનો કારપેટ એરિયા 1840 ચો.મી હશે.
તેમજ આ તમામ ફ્લેટ ડ્રાયવર રૂમ સહિત આધુનિક ફેસલીટીવાળા બનાવવામાં આવશે. જેમાં 215 લોકો સમાય તેવું ઓડીટોરિયમ, ગાર્ડન, કેન્ટીન, પ્લે એરિયા, જિમ અને ચાર ગેટ સાથે હશે. તેમજ હાલના અંદાજે તેનો ખર્ચ રૂપિયા 140 કરોડના અંદાજવામાં આવ્યો છે. તેમજ બજેટ સત્રમાં તમામ ધારાસભ્યોની હાજરીમાં ભૂમિપૂજન સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવાનું આયોજન છે.
આ પણ વાંચો : સુરતમાં વિદેશથી પરત ફરેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જીનોમ સિકવનસિંગ માટે સેમ્પલ મોકલાયા
આ પણ વાંચો : નકશો બદલાયો કે નિયત ? : રાજકોટ મહાનગરપાલિકાએ 34 વર્ષ બાદ સોસાયટીમાંથી રોડ કાઢી 115થી વધુ મકાન કપાતમાં નાખ્યાં