સુરતમાં વિદેશથી પરત ફરેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જીનોમ સિકવનસિંગ માટે સેમ્પલ મોકલાયા

સોમવારે  અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા અને બાદમાં સુરત આવેલા કુંભારિયાના વૃદ્ધ દંપતિ પૈકી પતિનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું.

સુરતમાં વિદેશથી પરત ફરેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જીનોમ સિકવનસિંગ માટે સેમ્પલ મોકલાયા
Coronavirus

ઓમિક્રોન(Omicron)વેરિયેન્ટને પગલે સમગ્ર દેશમાં વધુ એક વખત કોરોના(Corona)મહામારી વકરવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સોમવારે અમેરિકાથી(America)સુરત (Surat) આવેલા વૃદ્ધ દંપત્તિ પૈકી પતિનો આરટીપીસીઆર (RTPCR)રિપોર્ટ પોઝીટીવ આવતાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.

હાલ કોવિડ-19(Covid-19)પોઝીટીવ આવેલા વૃદ્ધના સેમ્પલ લઈ જિનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. અલબત્ત, તકેદારીના ભાગરૂપે વૃદ્ધ દંપત્તિને ક્વોરોન્ટાઈન રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે.

કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર હરકતમાં

સોમવારે  અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા કુંભારિયાના વૃદ્ધ દંપતિ પૈકી પતિનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. છેલ્લા સાતેક વર્ષથી અમેરિકા ખાતે સ્થાયી થયેલા આ વૃદ્ધ દંપત્તિ હાલ કુંભારિયા ખાતે તેઓના નિવાસ સ્થાને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ આવેલા વૃદ્ધનો સેમ્પલ લઈને જિનોમ સિકવન્સ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ એક સપ્તાહમાં આવશે. આ રિપોર્ટના આધારે જ પોઝીટીવ આવેલા વૃદ્ધ પતિમાં કોવિડ-19નો ઓમિક્રોન વેરિયેન્ટ છે કે નહીં તે સાબિત થશે.

સુરત પરત ફરેલા કુલ  41 શહેરીજનો પૈકી 31ના રિપોર્ટ નેગેટીવ આવ્યા

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ હાઈ રિસ્કવાળા દેશોમાંથી યાત્રા કરીને સુરત પરત ફરેલા કુલ  41 શહેરીજનો પૈકી 31ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે 11ના રિપોર્ટ હજી પેન્ડીંગ છે. આ સિવાય જોખમી દેશની કેટેગરી સિવાયના દેશોમાંથી આવેલા કુલ્લે 426 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે પૈકી 70ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને 108ના રિપોર્ટ પેન્ડીંગ છે.

જિનોમ સિકવન્સ રિપોર્ટ સાત દિવસ બાદ મળશે

અમેરિકામાં છેલ્લા નવેક વર્ષથી સ્થાયી થયેલા હાલ કુંભારિયા પરત ફરેલા વૃદ્ધ દંપત્તિ પૈકી 64 વર્ષીય પતિનો આરટી પીસીઆર રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ વૃદ્ધના સે્મ્પલ જિનોમ સિકવન્સ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અલબત્ત, આ રિપોર્ટ આવતાં હજી સાત દિવસનો સમય લાગે તેમ છે. જેને પગલે તંત્ર દ્વારા વૃદ્ધ દંપત્તિ પૈકી પત્નીને પણ સાત દિવસ સુધી કવોરોન્ટાઈન રહેવા માટે જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં વિદેશથી આવેલા તમામ નાગરિકો પૈકી આ પહેલો કેસ છે જેમાં કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

મનપા કમિશનર દ્વારા તકેદારી રાખવા અપીલ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરિયેન્ટની ઘાતકતાને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ શહેરીજનોને વિશેષ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ કોરાનાના ત્રીજા તબક્કાની મહામારીની હાલ કોઈ સંભાવના નથી ત્યારે ઓમિક્રોનના નવા જોખમને પગલે હવે તંત્ર દ્વારા નાગરિકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિત સેનેટાઈઝના ઉપયોગ પર ભાર મુકવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Vapi Nagarpalika Election: વાપીમાં ભાજપનો ભગવો લહેરાયો ! આટલા વોર્ડમાં ભાજપની પેનલની જીત

આ પણ વાંચો :  ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફટી મુદ્દે આકરું વલણ અપનાવ્યું, ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાયર્વાહી કરવા આદેશ

  • Follow us on Facebook

Published On - 4:45 pm, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati