Banaskantha Video: નેતા નહીં જાગતા હવે પોલીસે હાઈવે રીપેર કરવા પત્ર લખ્યો, બિસ્માર માર્ગથી લોકો પરેશાન
હજુ પણ અનેક રસ્તાઓની હાલત ખૂબ જ દયનજક છે. અધિકારીઓ પણ આળસુ બન્યા હોય એમ લોકોની હાલાકીને જાણવા છતાં પણ નજર અંદાજ કરીને આળસ ફરમાવતા હોય એવી સ્થિતિ છે. ધાનેરા હાઈવે પર મોટા ખાડા હોવા છતાં તેનુ સમારકામ કરાતુ નથી. સ્થાનિક નેતાઓ પણ મૌન બન્યા હોય એવી સ્થિતિ છે. આમ અકસ્માતને ટાળવા માટે સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરે જ કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને જાનહાની અને અકસ્માત ટાળવા માટે જલદીથી હાઈવેના ખાડા પૂરવા માટે જાણ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક રસ્તાઓની હાલત ખુબજ ખરાબ થઈ ચુકી છે. જેને લઈ વાહનચાલકો પણ પરેશાન બન્યા છે. બીજી તરફ જાણે કે સ્થાનિક નેતાઓને પણ આ મુશ્કેલીઓ દેખાતી નહીં હોય એવી સ્થિતિ છે. ધાનેરામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડ્યા હોવા છતા તેની મરામત કરવા માટે તંત્ર સહેજે તસ્દી લેતુ નથી. નેતાઓ ખાડાવાળા રોડ પરથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ બિસ્માર રોડને જાણે કે રીપેર કરવા કશુ બોલી શકા નહીં હોય. જોકે હવે નેતા નહીં તો પોલીસે આ કામ પોતાના ખભે લીધુ છે.
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેર્ટરે હવે કાર્યપાલક ઈજનેરને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને પીઆઈએ હાઈવેને તુરત જ રીપેર કરવા માટે થઈને જાણ કરવામાં આવી છે. અકસ્માત નોંતરતો જોખમી રોડ જલદી ઠીક કરવામાં આવે તો, અકસ્માત અને જાનહાની ટાળી શકાય છે. આ અંગે વીગતવાર પત્ર લખીને હાઈવેના અધિકારીને પત્ર મોકલવામાં આવ્યો છે.
