નારોલ કોર્પોરેશન ઓફિસ પર લોકોએ તાળાબંધી કરી, ધારાસભ્ય અને કોર્પોરેટર પર માત્ર ફોટા પડાવવાનો આરોપ – જુઓ Video
અમદાવાદના નારોલ વિસ્તારમાં કોર્પોરેશનની ઓફિસ પર લોકોએ તાળાબંધી કરી હતી. જોવાની વાત તો એ હતી કે, કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકોએ ત્યાં તાળાબંધી કરી હતી.
અમદાવાદના નારોલ વિસ્તારમાં કોર્પોરેશનની ઓફિસ પર લોકોએ તાળાબંધી કરી હતી. જોવાની વાત તો એ હતી કે, કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકોએ ત્યાં તાળાબંધી કરી હતી. તાળાબંધી સિવાય સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેમના મંજૂર કરાયેલા કામો હજુ સુધી શરૂ ન થયાનો આક્ષેપ કર્યો હતો.
ગટર લાઈનના કામ માટે છ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમ છતાંય હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. લોકોનો આરોપ છે કે, કોર્પોરેટર અને ધારાસભ્ય માત્ર ફોટા પડાવવા આવે છે. તેઓ પ્રોજેક્ટ્સ પર કોઈ કામગીરી કરતા નથી.
મહત્વની વાત એ છે કે, ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થવાથી સ્થાનિકો તકલીફમાં મુકાયા છે. આ સ્થિતિને કારણે કોલેરા અને મેલેરિયા જેવા રોગચાળાની સ્થિતિ ઊભી થઈ રહી છે, જેને લઈ રહેવાસીઓમાં ચિંતા છવાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
