Ahmedabad: વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCBની રેડ, 19 જુગારી ઝડપાયા, જુઓ Video
હાલમાં શ્રાવણ માસને લઈ ઠેર ઠેર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જેની વચ્ચે હવે અમદાવાદમાં PCB એ વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ કરી છે. રેડ દરમ્યાન 19 લોકો સ્થળ પર હાજર મળી આવ્યા. જુગારીઓએ જુગાર રમવા ઓફિસ રાખી હતી.
અમદાવાદમાં PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડ્યા. આ જુગારધામ રેડમાં 19 જુગારી જુગાર રમતા ઝડપાયા છે. સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકીને પણ આ રેડમાં ઝડપી પાડ્યો છે. જુગાર રમવા ન્યૂયોર્ક ટાવરમાં ઓફિસ રાખી હતી. બુકી ધવલ ઉંઝા આ સમગ્ર જુગારનો અડ્ડો ચલાવતો હતો.
આ પણ વાંચો : ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડી આ સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો હતો. જોકે આ રેડમાં અનેક માહિતીઓ સામે આવી હતી. જેમાં જુગાર રમવા માટે ઓફિસમાં રુપિયા ગણવાનું મશીન પણ આ જુગારીઓ રાખતા હતા. પોલીસે સ્થળ પર રેડ કરી રોકડ 70 હજાર, 3 ગાડી મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.