ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
રાજયમ વરસાદને લઈ ફરી સારા સમાચાર સામે આવ્યા છે. 6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે. 6થી 12 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડશે. બંગાળના ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.
વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે. 6થી 12 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યુ છે. બંગાળના ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે.
આ પણ વાંચો : Sucide : સુરતના પાંડેસરમાં 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો, મૃતક ધોરણ-7માં કરતી હતી અભ્યાસ, જૂઓ Video
મહત્વનુ છે કે વરસાદને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે દોઢ મહિના બાદ ફરી મેઘરાજા મહેરબાન થઈ શકે છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાાગે પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ બાદ સામાન્ય વરસાદને લઈ આગાહી કરવાં આવી છે.