ક્ષત્રિયોની નારાજગીને લઈને પાટીલે આપ્યુ મોટુ નિવેદન, “રાજપૂત સમાજ રૂપાલાથી નારાજ છે ભાજપથી નહીં”- જુઓ Video

|

Apr 25, 2024 | 6:26 PM

રાજયમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ એટલો બુલંદ થયો છે કે ભાજપના તમામ મોટા નેતાઓ હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયા છે. એકતરફ ગૃહરાજ્યમંત્રી જિલ્લાવાર ફરીને ક્ષત્રિયોની નારાજગી દૂર કરવાના પ્રયાસમાંલ લાગેલા છે તો આજે સુરતમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી અને આ મુલાકાત દરમિયાન તેમણે ક્ષત્રિયોની નારાજગીને લઈને મોટુ નિવેદન પણ આપ્યુ.

ક્ષત્રિયોની નારાજગીનો સૂર એટલો તો બૂલંદ થઇ ચૂક્યો છે કે હવે રૂપાલાનો વિરોધ સીધો ભાજપને ભડકે બાળી રહ્યો છે…ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગામે ગામ ક્ષત્રિયોના વિરોધની આગની જ્વાળાઓ જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી અને મોટુ નિવેદન આપ્યુ છે.

ક્ષત્રિય સમાજમાં રોષ રૂપાલા સામે છે, ભાજપ કે મોદી સામે નહીં. એક તરફ રાજ્યમાં રૂપાલાનો ક્ષત્રિયો જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે, ભાજપ વિરોધી મતદાનનો મંચ તૈયાર થઇ ચૂક્યો છે, તેવા સમયે પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. સુરતમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી. મુલાકાત બાદ પાટીલે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે, પાટીલે પ્રથમવાર કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાય તે સ્વાભાવિક છે.

પાટીલે એ પણ દાવો કર્યો કે રાજપૂત સમાજ રૂપાલાથી નારાજ છે ભાજપથી નહીં. PM મોદી માટે ક્ષત્રિયોને સન્માન હોવાની વાત કહીને, પાટીલે દાવા સાથે કહ્યું કે, ક્ષત્રિયો રૂપાલા પૂરતો રોષ સમિતિ રાખીને ભાજપને સમર્થન જ નહીં મતદાન પણ કરશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પાટીલે ક્ષત્રિયોના ઇતિહાસને યાદ કરતા કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ક્ષત્રિયોએ, ક્ષમા વિરસ્ય ભૂષણમનો માર્ગ અપનાવ્યો છે

આ પણ વાંચો: IPL 2024: ‘તેના પર ખતરો તોળાઈ રહ્યો છે’…અક્ષર પટેલને શેનો ડર સતાવી રહ્યો છે?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article