Surendranagar : 108 એમ્બ્યુલન્સ વરસાદી પાણી ભરેલા અંડરપાસમાં ફસાઇ, સમયસર સારવાર ન મળતા મહિલાનું મોત, જૂઓ Video
સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર રોડ લેવલ સુધી વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી ભરાવાના કારણે એક એમ્બ્યુલન્સ બસ ફસાઇ હતી. એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાનું મોત થયુ છે.
Surendranagar : સુરેન્દ્રનગરમાં છેલ્લા બે દિવસથી અવરીત વરસાદ (Rain ) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર રોડ લેવલ સુધી વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી ભરાવાના કારણે એક એમ્બ્યુલન્સ બસ ફસાઇ હતી. એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે લખતર પાસે આડેસર-લીલાપુર વચ્ચેના અંડરપાસમાં વરસાદ બાદ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા હતા. આ રસ્તા પરથી 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) નીકળતા તે ફસાઇ ગઇ હતી.
આ પણ વાંચો-Rajkot: 7 જુલાઈ રાજકોટ સ્થાપના દિન, રાજવીઓએ સ્થાપેલી વિરાસત હજુ અડીખમ, જાણો રાજકોટની અજાણી વાતો
108 એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાને સમયસર સારવાર ન મળી અને તેનું મોત થયુ છે. મહિલાના મોત બાદ પરિવારમાં ભારે રોષ ફેલાયો છે. અંડરપાસ કોઝવેમાં પાણી ભરાઇ ગયા બાદ ન પાણીનો નિકાલ થયો ન હતો. કોઝવેમાં પાણી ભરાઈ જતા ચાર ગામોમાં અવરજવર બંધ થઇ ગઇ છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
