Patidar Politics: પાટીદાર અગ્રણી જેરામ પટેલનુ મોટુ નિવેદન કહ્યું, “વિધાનસભામાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે”
Patidar Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર પાટીદાર પોલિટિક્સ શરૂ થઈ ગયુ છે. જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેલા પાટીદાર સમાજના ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલે પાટીદાર સમાજ માટે 50 ટિકિટની માગ કરી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર(Patidar) પોલિટિક્સ શરૂ થઈ ગયુ છે. પાટીદાર સમાજના ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલે (Jeram Patel) જણાવ્યુ કે અમારી માગ છે કે વિધાનસભામાં ભાજપ (BJP) પાટીદારોને 50 ટિકિટ આપે. જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેલા જેરામ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે લોકશાહીમાં દરેકને માગવાનો અને પોતાની વાત રાખવાનો અધિકાર છે. પાર્ટીને ક્યાંથી વધારે સીટ મળે તેના આંકડા તેમની પાસે હોય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 50 ટિકિટ આપી હતી. આ વખતે 50 સીટ આપશે એવી અપેક્ષા છે.
“પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુુ પામેલા યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપે”
પાટીદાર સમાજના ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા 14 લોકોને ન્યાય આપવા અંગે જણાવ્યુ કે સરકારમાં અમે રજૂઆત કરી છે. એ સમયે પણ દરેક મૃતકને અમે ત્યારે 20-20 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે જણાવ્યુ કે પાટીદાર સમાજની મોટી જે 6 સંસ્થાઓ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બે ખોડલધામ અને સિદસર ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સુરત, સરદાર ધામ અમદાવાદ અને વિશ્વ ઉમિધામ ફાઉન્ડેશન અમદાવાદ અને ઊંઝા ઉમિયાધામનો સમાવેશ છે. આ 6 સંસ્થાઓએ મળીને પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા 14 યુવાનોના પરિજનોને 20-20 લાખ રૂપિયા આપ્યા છે. આ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને સરકારમાં નોકરી મળે તે માટે પણ અમારી સરકાર સમક્ષ માગ છે અને આ માગ પણ અમે કરતા રહીશુ.