પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે FIR, રજૂઆતકર્તાનો મોબાઇલ તોડવાનો આક્ષેપ
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. રજૂઆત કરવા આવેલા લોકો સાથે ઝપાઝપી કરવા અને મોબાઇલ તોડી નાખવાનો આરોપ લાગ્યો છે.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ગંભીર આક્ષેપો સાથે પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. 15 જુલાઈના રોજ નગરપાલિકા કચેરી ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રશાસનમાં ભારે ચર્ચા જાગી છે.
માહિતી મુજબ, સ્થાનિક નાગરિકો પોતાની વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવા માટે નગરપાલિકા ઓફિસે પહોંચ્યા હતા. કચેરીની અંદર રજૂઆત દરમિયાન અધિકારી અને નાગરિકો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમનું રજૂઆતકર્તાઓ દ્વારા મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ બાબતથી ઉશ્કેરાઈને ચીફ ઓફિસર હિરલ ઠાકરે રજૂઆતકર્તાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ઝપાઝપી કરી મોબાઈલ તોડી નાખ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. નાગરિકો સાથે ગેરવર્તણૂક અને મોબાઈલ નુકસાન અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Trending Video: માં માટે કઈ પણ… ઘરના ભંગારમાંથી ‘છોકરાએ’ બનાવ્યા અદભુત દેશી રોબોટ્સ, વિડિયો જોઈને ચકરાઈ જશે મગજ!
Follow Us