Patan: જમીનમાં સુરંગ ખોદી પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ, 8ની ધરપકડ

આઠેક મહિના અગાઉ અકબરે તેના મિત્ર આમદને વાત કરી હતી કે તમારી આજુબાજુ કોઈ ઓઈલની પાઇપ લાઇન પસાર થતી હોય અને કોઈ ઓળખીતાની જમીન હોય તો સંપર્ક કરાવજો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:27 AM

Patan: સાંતલપુરના બામરોલી નજીક જમીનમાં સુરંગ ખોદી એચએમપીએલની મુન્દ્રા ભટીંડા પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે જેમાં પોલીસે 8 ઈસમોને ઝડપીને ચોરીમાં ગયેલ ફૂડ ઓઇલ સહિત નો મુદ્દા માલ કબ્જે કરી અન્ય ફરાર આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

સાંતલપુરના બામરોલી નજીક જમીનમાં સુરંગ ખોદી એચએમપીએલની મુન્દ્રા ભટીંડા પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરી કરવાના મામલાની તપાસમાં કુલ 14 શખ્સોની સંડોવણી ખુલી છે , તે પૈકી આઠ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી 40 હજાર લીટર ક્રૂડ ઓઇલનો જથ્થો , ચોરી કરેલા ઓઇલના વેચાણ કરી મેળવેલા રૂ.1.70 લાખ, કાર અને બે ટેન્કર જપ્ત કર્યા છે.

પોલીસે ઓઈલ ચોરી કૌભાંડનાં રાધનપુર અને બહુચરાજી ડેપોના ડ્રાઈવરની સંડોવણી હોવાનું બહાર આવતા અત્યાર સુધીમાં કુલ 8 શપ્સોની અટકાયત કરી છે.

બામરોલી ઓઇલચોરી પ્રકરણમાં બે ટેન્કર કબજે લેવાયા.
આ ચોરીનું ઓઈલ સુરેન્દ્રનગરના વઢવાણ અને ભાવનગર લઈ જવાતું હોવાનું બહાર આવતાં કાર અને ટેન્કર કબજે લેવાયાં છે. ચોકાવનારી હકીકતો એ બહાર આવી છે કે બહુચરાજી એસટી ડેપોના ડ્રાઇવર ટાકોદીના અકબર અહેમદભાઈ સોલંકી અને રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવર બામરોલીના આમદ મહંમદખાન મલેક બંને મહેસાણા ખાતે વારંવાર ભેગા થતાં હોવાથી મિત્ર હતા.

આઠેક મહિના અગાઉ અકબરે તેના મિત્ર આમદને વાત કરી હતી કે તમારી આજુબાજુ કોઈ ઓઈલની પાઇપ લાઇન પસાર થતી હોય અને કોઈ ઓળખીતાની જમીન હોય તો સંપર્ક કરાવજો .જે વાતચીત આધારે એકાદ મહિના બાદ આમદ મલેકે તેના કાકા બામરોલીના રહેમતખાન સાહેબખાનના ખેતરમાંથી ઓઈલની બે પાઇપલાઇન પસાર થતી હોવાનું જણાવ્યુ હતું.

અકબર અને તેના મિત્ર ટાકોદીના ઉલપ અકબરભાઈ, જોટાણાનો અમરત શકરાભાઈ પટેલ ત્રણેય કાર લઈને બામરોલી બસ સ્ટેન્ડ ગયા હતા અને વાત કરતાં ઓઇલ ચોરી કરવા માટે રહેમતખાન તેમની સાથે સહમત થયો હતો.

અને બામરોલી સીમમાં જમીન બતાવતા ત્રણેને પસંદ આવતા જમીન ભાડે રાખવાનું નક્કી કર્યું હતું. અને ઓઈલ ચોરી શરૂ કરી હતી . પ્રથમ 15 ઓગસ્ટે ઓઈલ ચોરી શરૂઆત કરી હતી 15 ઓગસ્ટની રાત્રીના સમયે ટેન્કર ભરવા માટે લગાડ્યું હતું . પરંતુ પ્રેસર ઓછું મળતા અડધું ટેન્કર ભરી શકાયું હતું . પણ વોર્નિંગ એલાર્મના લીધે પેટ્રોલિયમ કંપનીને જાણ થતા તેમણે ચેકિંગ શરૂ કર્યું હતું.

જેને પગલે આ શખ્સોએ બે દિવસ કામ બંધ રાખ્યું હતું અને ફરીથી 17 અને 18 ઓગસ્ટની રાત્રિના સમયે બે ટેન્કર ભર્યા હતા. તે ટેન્કરને જાઉંલ અને મૈસિન પાયલોટિંગ કરી બગોદરા સુધી મુકવા જતા હતા. ઓઈલ ચોરી કૌભાંડમાં વધારે ઓઈલ ચોરાય તે પૂર્વે જ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

ઝડપાયેલા આરોપીઓ: રહેમતખાન સાહેબખાન મલેક ( બામરોલી ) • અમરત શકરાભાઈ પટેલ ( જોટાણા ) અકબર અહેમદભાઈ સોલંકી ( ટાકોદી ) • આમદ મહંમદખાન મલેક ( બામરોલી ) . જાઉંલખાન અકબરભાઈ સોલંકી (ટાકોદી) • મૈસીનખાન સલીમભાઈ સોલંકી ( ટાકોદી ) “ અસરફખાન ઇશફખાન મલેક ( વારાહી ) માનસંગ નારૂભા ગોહિલ ( વઢવાણ )

ફરાર આરોપીઓ: • લતીફ શાહબુદ્દીન સોલંકી ( મૂળ ટાકોદી હાલ – જુહાપુરા અમદાવાદ ) • વસીમ મહેબૂબભાઈ મોદી ( રાધનપુર ) • રાજુ વિરલભાઇ ડાંગર ( રાજકોટ ) • અહમદખાન જીવણખાન સોલંકી ( રહે . ટાકોદી ) • લાલો નાયક * ઇમરાન રસુલભાઈ સોલંકી ( ટાકોદી ) મહેસાણામાં ભેટો થતાં ઓઈલ ચોરીનો પ્લાન ઘડ્યો બહુચરાજી એસટી ડેપોના ડ્રાઇવર ટાકોદીના અકબર અહેમદભાઈ સોલંકી

આ પણ વાંચો: Patan: ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ, ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા

આ પણ વાંચો: Mobile Hacking : તમારો ફોન તો નથી થયો ને હેક ? આ સરળ ટ્રીકથી જાણો

 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">