Rain News : વડોદરા પંથકમાં મેઘ મહેર, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Aug 23, 2024 | 12:51 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વડોદરા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાઘોડિયા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વડોદરા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાઘોડિયા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી પાણી રસ્તા પર વહેતા થયા હતા.

બીજી તરફ શિનોરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દામાપુર, કંજેઠા, મોટા ફોફળિયા, શિમળી ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સેગવા, સાધલી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની પણ શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે.

 

Next Video