Ahmedabad: પાલડી શાકમાર્કેટમાં મળશે 5 રૂપિયામાં કાપડની થેલી, થેલી મેળવવા ઓટોમેટિક મશીન મુકાયુ

અમદાવાદના એક શાકભાજીના બજારમાં આવું એક મશીન લગાવવામાં આવ્યું છે. જેમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ લોકોને થેલી મળી રહેશે. બાદમાં તે થેલીમાં લોકો શાકભાજી કે અન્ય ચીજવસ્તુ ભરીને લઈ જઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 9:00 PM
તમે ઓટોમેટીક બોટલ ક્રશિંગ મશીન, ઓટોમેટીક વેન્ડિંગ મશીન જેવા મશીનોના નામ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ હવે બજારમાં તમને ઓટોમેટીક થેલી મશીન જોવા મળે તો નવાઈ નહીં, આ એટલા માટે અમે કહી રહ્યા છે કારણ કે અમદાવાદના એક શાકભાજીના બજારમાં આવું એક મશીન લગાવવામાં આવ્યું છે. જેમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ લોકોને થેલી મળી રહેશે. બાદમાં તે થેલીમાં લોકો શાકભાજી કે અન્ય ચીજવસ્તુ ભરીને લઈ જઈ શકશે.

1 / 5
આ વાત છે પાલડી માં આવેલ શાકમાર્કેટની,કે જ્યાં GPCB, કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કે જ્યાં ઓટોમેટીક થેલી મશીન મૂકવામાં આવ્યું છે. જેની અંદર પાંચ રૂપિયાનો સિક્કો નાખી બાદમાં એક ચક્કર બે વાર ફેરવતા જ કાપડની થેલી ઓટોમેટિક બહાર આવી જાય છે. જે થેલીનો ઉપયોગ કરીને લોકો શાકભાજી તેમાં ભરીને લઈ જઈ શકે છે. જે પ્રયાસ થી લોકોએ પોતાની સાથે થેલી લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, થેલી સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, તેમ જ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ પણ આ પ્રયાસથી ઘટશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર પહેલાની જેમ કાપડની થેલી નો ઉપયોગ પણ થવા લાગશે.

2 / 5
એટલું જ નહી પણ મશીનમાં મુકવામાં આવેલ થેલીનો ભાવ લોકોને પરવડે તેમ પણ છે. કેમ કે ભાવ ની સામે થેલી સારી છે. વજનમાં હલકી છે. કાપડનો પણ સારો ઉપયોગ કરાયો છે. તેમજ થેલી મજબુત પણ રખાઈ છે. જેથી તે વજન પણ ખાસ ઊંચકી શકે છે. જે થેલી બજારમાં ખાસ આકર્ષણનુ કેન્દ્ર પણ બની છે. સાથે જ ઉપયોગી પણ બની છે. કેમ કે થોડા ક જ દિવસમાં તેનો ઘણા લોકોએ ઉપયોગ પણ કર્યો છે.

3 / 5
મહત્વનું છે કે પ્રદૂષણ અટકાવવા તેમજ પશુઓ પ્લાસ્ટિક ન ખાય અને ગંદકી ન થાય તેના માટે સરકાર દ્વારા કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે હજુ પણ આ પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ બજારમાં ક્યાંક મળી રહી છે. ત્યારે આવી થેલીઓથી લોકો દૂર રહે, પ્રતિબંધિત થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકોને બજારમાં થેલી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી તેમજ કેટલીક સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં લોકોને પ્લાસ્ટિક નહીં પરંતુ કાપડની થેલી મળી રહે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરાયો. જેના માટે ઓટોમેટિક મશીન પણ મુકવામાં આવ્યું છે.

4 / 5
હાલ પ્રયાસ પાલડી શાકમાર્કેટમાં મશીન મૂકીને શરૂ કરાયો છે. જેમાં સફળતા મળતા અન્ય સ્થળે પણ આ પ્રકારના મશીન મુકાશે. જેનાથી લોકો ની થેલી ની સમસ્યા દૂર થશે સાથે જ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટતા પ્રદુષણ માં સીધો ફાયદો થશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">