આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, રૂબીક ક્યુબથી બનાવ્યું વડાપ્રધાનનું ચિત્ર, જુઓ VIDEO

|

May 03, 2024 | 6:44 PM

પરિસા અમૂલના MD જયેન મહેતાની પુત્રી છે. તે પોતાની કલાથી આગવી ઓળખ ધરાવે છે ત્યારે પીએમમોદીના આણંદમાં આગમનને લઈને પરિસાએ પીએમની તસ્વીર બનાવી એ પણ રૂબિકના ક્યુબની મદદથી અને દેશના વડાપ્રધાનને યુનિક ચીત્રની ભેટ અર્પણ કરી.

લોકસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાત સહિત દેશભરમાં જોરશોર સાથે તૈયારી ચાલી રહી છે ત્યારે તેને લઈ પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા જ્યાં બીજા દિવસે વડા પ્રધાન મોદી આણંદમાં જનસભાનું સંબોધન કર્યું હતુ. જોકે આ દિવસે પીએમ એ આણંદ સહિત સુરેન્દ્ર નગર  અને જામનગર પણ સભા સંબોધી હતી. પણ પીએમ મોદી જ્યારે આણંદ આવ્યા ત્યારે આણંદની પરિસા મહેતાએ પીએમ મોદીને રુબિકના ક્યુબથી હાથે બનાવેલી પીએમ મોદીની પ્રતિમાને ફ્રેમ કરી વડાપ્રધાનને ભેટ કરી હતી.

પરિસા અમૂલના MD જયેન મહેતાની પુત્રી છે. તે પોતાની કલાથી આગવી ઓળખ ધરાવે છે ત્યારે પીએમ મોદીના આણંદમાં આગમનને લઈને પરિસાએ પીએમની તસ્વીર બનાવી એ પણ રૂબિકના ક્યુબની મદદથી અને દેશના વડાપ્રધાનને યુનિક ચિત્રની ભેટ અર્પણ કરી. રૂબીક ક્યુબથી બનાવેલ ચિત્ર જોઈ વડાપ્રધાન પણ અભિભૂત થઈ ગયા હતા તેમણે પોતાની યુ-ટ્યુબ ચેનલ પર પરિસાની આ ભેટનો વીડિયો શેર કર્યો છે.

પરિસાએ આ અંગે જણાવ્યું હતુ કે તેણે તેના ભાઈ સાથે મળી ચિત્ર બનાવતા 300 કલાકથી વધુ સમય લાગ્યો જેમાં લગભગ 1200 ક્યુબનો ઉપયોગ કરીને વડાપ્રધાનનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી જ્યારે પહેલીવાર તે તસવીરને જોવે છે તો પારિશાને પુછે છે કે કોતરણી કામની ચિત્ર બનાવ્યું ત્યારે તેના જવાબમાં પરિસા રુબિકના મદદથી ચિત્ર બનાવ્યું તેમ જણાવતા વડાપ્રધાન આશ્ચર્યમાં પડી જાય છે અને તેની કલાના વખાણ કરી તેની સાથે ફોટો પણ પડાવ્યો છે.

 

Published On - 6:06 pm, Fri, 3 May 24

Next Video