ભાવનગરમાં ફરી એકવાર પેપર થયુ લીક, NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટતા પરીક્ષા કરાઈ રદ

ભાવનગરમાં ફરી એકવાર પેપર લીકની ઘટના સામે આવી છે. NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટ્યુ હોવાનુ સામે આવતા પરીક્ષા રદ કરાઈ હતી. જેના કારણે અનેક ઉમેદવારોનું સપનું રોળાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2024 | 8:13 PM

ભાવનગરમાં ફરી એકવાર પેપર ફુટવાની ઘટના સામે આવી છે. NCC સર્ટિફિકેટની પરીક્ષાનુ પેપર ફુટ્યુ હોવાનુ સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. ભાવનગર અને અમરેલી જિલ્લાના 448 જેટલા કેટેડ પરીક્ષા આપવાના હતા. પરંતુ પરીક્ષાના એક કલાક અગાઉ જ પેપર ફુટી જતા પરીક્ષા રદ કરાઈ છે. ત્યારે પરીક્ષા આપવા આવેલા કેડેટનો ગુસ્સો ભભુકી ઉઠ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં તોડકાંડ, ડમીકાંડ, જીએસટી કાંડ, પેપરકાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. હાલ પેપર ફુટવા અંગે એનસીસી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. NCC વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સતત સંપર્ક કરવાના પ્રયાસ છતા તેઓ મીડિયા સમક્ષ આવ્યા ન હતા અને કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.

આ પણ વાંચો: ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી, કોંગ્રેસે નિર્ણયને ગણાવ્યો દેખાડા સમાન, ડુંગળી પતી ગયા પછી હટાવાઈ નિકાસબંધી!

ભાજપ સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયુ છે- આપ નેતા પ્રવિણ રામ

આ પેપર ફુટવાની ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પ્રતિક્રિયા આપી સરકાર પર પ્રહાર કર્યા. પ્રવિણ રામે જણાવ્યુ કે ભાજપ સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયુ છે. આ પેપરલીકની ઘટનાને પ્રવિણ રામે સરકાર માટે શરમજનક ગણાવી. તેમણે જણાવ્યુ કે જો પેપરલીકની ઘટનાઓ અટકાવી ન શકાય તો મોટા મોટા કાયદાઓ ઘડવાનો શો અર્થ? તેમણે સરકાર પર પ્રહાર કર્યો કે સરકાર પેપરલીકની ઘટનાઓ અટકાવી ન શક્તી હોય તો સ્વૈચ્છિક રાજીનામુ આપી દેવુ જોઈએ.

ભાવનગરમાં અગાઉ પણ બીકોમની સેમેસ્ટર 6ની પરીક્ષાનું  ફુટ્યુ હતુ પેપર

આપને જણાવી દઈએ કે ભાવનગર યુનિવર્સિટીમાં ગત એપ્રિલમાં પણ બીકોમમાં સેમેસ્ટર 6નુ ફાયનાન્સ એકાઉન્ટનુ પેપરલીક થયુ હતુ.  એ બાદ ભાવનગરમાં ચકચારી ડમી કાંડ પણ સામે આવ્યો હતો. જેમા અનેક મોટા નામો બહાર આવ્યા હતા.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">