Video : અમદાવાદના પંચવટી, લો ગાર્ડન પાસે ભરાયા વરસાદના પાણી, કોર્પોરેશને પાણીના નિકાલની શરૂ કરી કામગીરી
અમદાવાદમાં વરસાદને કારણે પંચવટી વિસ્તારમાં પાંચ રસ્તા પાસે પાણી ભરાયા છે. લો ગાર્ડન પાસે પણ વરસાદના પાણી ભરાયા છે. કોર્પોરેશને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામ થયો હતો. મહત્વનુ છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેને લઈ વરસાદ ખાબક્યો પરંતુ આ વરસાદ અમદાવાદના લોકો માટે મુશ્કેલી બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
અમદાવાદમાં પંચવટી પાંચ રસ્તા પાસે પાણી ભરાયા છે. લો ગાર્ડન પાસે પણ વરસાદના પાણી ભરાયા છે. કોર્પોરેશને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે. વરસાદને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. મહત્વનુ છે કે અમદાવાદમાં આજે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં જ પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા.
આ પણ વાંચો : 15 દિવસમાં માત્ર 1482 પોસ્ટર અને બેનરો હટાવ્યા, CM એકનાથ શિંદેના આદેશને અવગણી રહી છે BMC
અમદાવાદમાં પાણી ભરાવા મુદ્દે ડેપ્યુટી મેયરે નિવેદન આપતા કહ્યુ, ડમી લાઈનનું કામ ચાલુ હોવાથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. જે ભવિષ્યમાં પાણી ન ભરાય તેવું આયોજન કરાશે. પરંતુ સવાલ એ છે કે હવે તો ચોમાસુ પણ જવાની તૈયારીમાં છે. પરંતુ સમાર્ટ સિટીના મોટા મોટા દાવા કરતું આ તંત્ર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તો એક મોટો પ્રશ્ન છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો