Panchmahal: હાલોલ GIDC પાસે દીવાલ ધરાશાયી થતાં 4 બાળકોના નીપજ્યા મોત, જુઓ Video
પંચમહાલના હાલોલ GIDC પાસે દીવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત નીપજ્યા છે. દીવાલ ધરાશાયી થતા કુલ 8 લોકો દટાયા હતા. અન્ય 4 ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
Panchmahal: હાલોલ GIDC વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે શ્રમિક પરિવારમાં માતમ છવાઇ ગયો છે. GIDC વિસ્તારમાં એક દીવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા હતા, જેમાંથી 4 બાળકોના મોત નીપજ્યા છે. આ શ્રમિકો મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે હાલોલમાં આવ્યા હતા અને GIDC વિસ્તારમાં આવેલી એક દીવાલ પાસે ઝૂંપડું બાંધીને વસવાટ કરતા હતા. પરંતુ ધોધમાર વરસાદના કારણે આ દીવાલ ધરાશાયી થઇ ગઇ અને નજીકમાં રહેતા શ્રમિક પરિવારના 8 લોકો પર દીવાલ પડી ગઇ.
જો કે પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તબીબે શ્રમિક પરિવારના 4 બાળકોને મૃત જાહેર કરી દીધા હતા. આ તમામ બાળકો 5 વર્ષથી નીચેની વયના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 3 સગા ભાઇ-બહેન હોવાનું સામે આવ્યું છે. હાલ, તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર ચાલી રહી છે. પરંતુ એક પળમાં જ દીવાલ શ્રમિક પરિવાર પર માતમ બનીને છવાઇ ગઇ.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો