પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !દબાણ હટાવવાની સ્થાનિકોની માગ, જુઓ Video

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !દબાણ હટાવવાની સ્થાનિકોની માગ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 04, 2025 | 3:07 PM

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ અડીંગો જમાવી દીધો છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ અડીંગો જમાવી દીધો છે. તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટપાથ પર દબાણ થવાથી લોકો રોડ પર ચાલવા મજબૂર બને છે. તેના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાય છે. આ સાથે ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે.

દબાણ હટાવવાની સ્થાનિકોની માગ

તો જાહેર માર્ગ પરના દબાણો અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાથરણા અને લારી, ગલ્લાધારકો પાસેથી તંત્ર દ્વારા નિયમિત નાણાં ઉઘરાવવામાં આવે છે. એટલે નગરપાલિકા કે માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી નથી કરતું. લોકોની અપીલ છે કે, તાત્કાલિક તપાસ કરાવી ફૂટપાથ અને સર્વિસ રોડ ખાલી કરાવવામાં આવે.

બીજી તરફ જાહેર માર્ગ પરના દબાણ વિરૂદ્ધ કાર્યવાહીના બદલે વહીવટી તંત્રના વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે, દબાણ થયું તે વિસ્તાર માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો હોવાથી દબાણ દૂર કરવાની મુખ્ય જવાબદારી તેમની છે. આ સાથે જણાવ્યું કે, જો માર્ગ અને મકાન વિભાગ આગળ આવે, તો પાલિકા કાર્યવાહી માટે તૈયાર છે. ત્યારે, હવે જોવાનું એ રહેશે કે, પાલનપુરમાં જાહેર માર્ગ પરથી નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દબાણ હટાવશે કે માત્ર એકબીજા પર જવાબદારી ઢોળી સંતોષ માનશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો