Banaskantha : પાલનપુર કોર્ટે ત્રિપલ તલાકના કેસમાં આરોપીને 1 વર્ષની કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

|

May 04, 2022 | 7:10 PM

પાલનપુર કોર્ટે આરોપીને પત્નીને ત્રિપલ તલાક(Triple Talak) આપવા મામલે 1 વર્ષની કેદ અને 5 હજાર દંડ ફટકાર્યો છે. જેમાં આરોપી સિંચાઈ વિભાગના વર્ગ - 1 ઈજનેર તરીકે ફરજ બજાવતા સરફરાજ બિહારીને પત્નીને 3 વાર તલાક કહી કાઢી મૂકી હતી

ગુજરાતના (Gujarat)  બનાસકાંઠામાં(Banaskantha) ત્રિપલ તલાકનો(Triple Talak)  કાયદા આવ્યા બાદ એક કેસમાં અદાલતે પ્રથમવાર આરોપીને સજા ફટકારી છે. જેમાં પાલનપુર કોર્ટે આરોપીને પત્નીને ત્રિપલ તલાક આપવા મામલે 1 વર્ષની કેદ અને 5 હજાર દંડ ફટકાર્યો છે. જેમાં આરોપી સિંચાઈ વિભાગના વર્ગ – 1 ઈજનેર તરીકે ફરજ બજાવતા સરફરાજ બિહારીને પત્નીને 3 વાર તલાક કહી કાઢી મૂકી હતી. તેમજ પત્ની અને દીકરીની હયાતીમાં હિંદુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. જેના પગલે આ મુદ્દે નોંધાયેલા કેસમાં ત્રિપલ તલાકનો કાયદો બન્યા બાદ ગુજરાતમાં ત્રિપલ તલાક કેસમાં સજાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

આ કેસની વિગત મુજબ હેબતપુર ના રહીશ મહંમદ બીહારી ના પુત્ર સરફરાઝખાન બીહારી દાંતીવાડા સીપુ નીગમ ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. જેમને પાલનપુર કોર્ટે સરકારી વકીલ અને ફરિયાદીના વકીલોની કેસમાં દલીલ બાદ ટ્રિપલ તલાકમાં 1 વર્ષ જેલ અને રૂપિયા અને 5000ના દંડની સજા ફટકારી છે.

જેમાં કેસની વિગત મુજબ જુનીનગરી,તા-વડગામ ના વતની સહેનાજબાનુ ના લગ્ન હેબતપુર ના વતની મહંમદ બીહારી ના પુત્ર સરફરાઝ ખાન બીહારી સાથે થયેલા, સરફરાઝ ખાન બીહારી સાથેના લગ્ન જીવન થી સહેનાજબાનુ ને એક પુત્રી મન્નતનો જન્મ થયેલો, ત્યારબાદ સરફરાઝ ખાન દાંતીવાડા સીપુ નીગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી તેઓની સાથે નોકરી કરતી હીન્દુ યુવતી દીપીકા રાઠોડને લઇને ભાગી ગયેલ અને ત્યાર બાદ સરફરાઝ ખાન બીહારીના પિતા મહંમદ ખાન બિહારી જુની નગરી ગયેલ અને સહેનાજબાનુ ના પિતા તેમજ કુટુંબીજનો ને મળી હવે મારો છોકરો સરફરાઝ ખાન બીહારી દીપીકા રાઠોડને ભુલી જશે તેની હું ખાત્રી આપુ છું અને સરફરાઝખાન ને ભાડાનુ મકાન લઇ પાલનપુર રહેવા મોકલુ અને તમે સહેનાજબાનુને મોકલો જેથી શાહેનાજ ના પિતા એ મહંમદ બીહારી ની વાત ને માની શહેનાજને પાલનપુર સરફરાઝ ખાન બીહારી સાથે જામપુરા માં રહેવા મોકલી આપી હતી.

પરંતુ સરફરાઝખાન શહેનાજ સાથે સંબંધ રાખતો નહી તે અરસા મા ‌સરફરાજની બહેન મુમતાઝબાનુ તેમજ તેની માતા આવેલી અને શહેનાજ ને પેંડા આપેલ અને કહેલ છે મારા ભાઈ ને દીપીકા થી બાબો આવ્યો છે આનો શહેનાજે વિરોધ કરતાં સરફરાઝે ગડદા પાટુનો માર મારેલ,અને ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાં થી સદર પુત્રી સાથે કાઢી મુકેલ અને મુળ ફરીયાદણ શહેનાજને સરફરાઝની બહેન સુલતાનાબાનુ એ એવુ કહેલ કે, તુ મારા ભાઈ ની તુલનામાં આવી શકે નહીં

જ્યારે દીપીકા રાઠોડ નોકરીયાત છે અને તારે ઘરમાં પડયુ રહેવાનું તેમજ સહેનાજની સાસુ નુરજહાબાનુ એ એવુ કહેલ છે તારા ભીખારી બાપે કંઈ આપ્યું ‌નથી એવા મહેણાં ટોણા મારી ક્રૂરતા આચરેલ,ગડદાપાટુનો માર મારી,ગાળો બોલી ,ઘરમાંથી પહેરેલ કપડે પુત્રી સાથે કાઢી મુકેલ જેની બાદ પીડિતા સહેનાજબાનુ તેના કાકા યાકુબખાનના ત્યાં ગયેલ અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન માં આઇપીસી અને મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એકટ ૩,૪ મુજબ ની ફરીયાદ આપી હતી. જેની સુનાવણી થયા બાદ અદાલતે આ ચુકાદો આપ્યો હતો.

Published On - 6:31 pm, Wed, 4 May 22

Next Video