Banaskantha : એરોમા સર્કલ બન્યું મુસીબતનું સર્કલ ! વધતા ટ્રાફિકથી સ્થાનિકો ત્રાહિમામ, જુઓ Video

Banaskantha : એરોમા સર્કલ બન્યું મુસીબતનું સર્કલ ! વધતા ટ્રાફિકથી સ્થાનિકો ત્રાહિમામ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2025 | 2:34 PM

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલો એરોમા સર્કલ જેને હવે લોકો અકસ્માત સર્કલ પણ કહે છે. કારણ કે અહીંયા વાહન નિયમ વગર દોડે છે. સૌથી વ્યસ્ત એરોમા સર્કલ પર સિગ્નલ લાગ્યાને 7 મહિના થઈ ગયા પણ સિગ્નલ એકપણ દિવસ કાર્યરત કરાયા નથી.

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલો એરોમા સર્કલ જેને હવે લોકો અકસ્માત સર્કલ પણ કહે છે. કારણ કે અહીંયા વાહન નિયમ વગર દોડે છે. સૌથી વ્યસ્ત એરોમા સર્કલ પર સિગ્નલ લાગ્યાને 7 મહિના થઈ ગયા પણ સિગ્નલ એકપણ દિવસ કાર્યરત કરાયા નથી. પરિણામે વાહનો બેફામ પસાર થાય છે અને સવાર-સાંજના પીક અવર્સમાં સ્થિતિ બેકાબૂ બની જાય છે. જેના કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે. સખત ટ્રાફિક સહિત દબાણોથી હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સ્થાનિકોએ અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. વાહનો આડેધડ પસાર થાય છે જેનો ટ્રાફિક સિગ્નલ વિના નિકાલ નથી. લાખોના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા છતાં માત્ર દેખાડા પૂરતા છે. જેને લઈ દિવસેને દિવસે વધતી મુશ્કેલીઓ સામે લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. તો ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા પોલીસ વડાએ 15 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારબાદ એરોમા સર્કલ સિગ્નલ કાર્યરત પણ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો