Pahalgam Terror Attack : શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને, 2 હજારની ટિકિટના ભાવ હવે 15 હજારે પહોંચ્યા, જુઓ Video

Pahalgam Terror Attack : શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને, 2 હજારની ટિકિટના ભાવ હવે 15 હજારે પહોંચ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 24, 2025 | 1:57 PM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટના ભાવ આસમાને પહોંચ્યા છે.

શ્રીનગર-અમદાવાદની ટિકિટમાં વધારો

શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ ₹ 15 હજાર પર પહોંચ્યા છે. અગાઉ 2 થી 3 હજારમાં ટિકિટ મળતી હતી. જેની અત્યારે કિંમત 15 હજાર પહોંચી છે. અનેક સહેલાણીઓ દ્વારા વતન જવા પ્રયાસ હાથ ધર્યો છે. હવાઈ મુસાફરીના ભાવના ધરખમ વધારો થયો છે.

એક તરફ જ્યાં પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભય છે. જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકો પરત પોતાના વતન પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ફ્લાઈટના ભાવમાં આસમાને પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આવા કપરા સમયે ફ્લાઈટના ભાવ વધારવાના નિર્યણથી લોકોમાં નારાજગી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો