Ahmedabad : ડ્રાઈવ ઈન રોડ પર નશામાં ધૂત કાર ચાલકે 2 વાહનને લીધા અડફેટે, એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2025 | 12:05 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે વધુ એક અકસ્માતની ઘટનમાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર બેકાબૂ કાર ચાલકે સ્કૂટર અને બાઈકને અડફેટે લીધા હતા.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે વધુ એક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર બેકાબૂ કાર ચાલકે સ્કૂટર અને બાઈકને અડફેટે લીધા હતા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. પાન પાર્લર સામે ઉભા રહેલા યુવાનને પણ કારે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર યુવાન નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોટાદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ બોટાદમાં રાણપુરમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. 7 જેટલા મહિલા અને પુરૂષો ઇજાગ્રસ્ત થયા હતા. બાઇક સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી છે. રાણપુર શહેરની નદી પાસે દુર્ઘટના સર્જાઈ હતી. ટેક્સસ્પિન કંપનીની કર્મચારીઓની બસને અકસ્માત નડ્યો હતો. બસ બાઇક સાથે અથડાતા રોડથી નીચે ઉતરી ગઈ હતી. ઇજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો