Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:05 AM

જયાં સુધી સર્વિસ, સ્પેર સ્પાર્ટસ અને ઈન્સપેકશન ચાર્જની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં ના આવે ત્યાં સુધી ફાયરના સમારકામ માંગતા વાહનોની સર્વિસ કે મરામત કરવાનો કંપનીઓ ઈન્કાર કરી રહી છે. ફાયરના વાહનો સેન્ટ્રલ વર્કશોપમાં રીપેર કરવા લેખિતમાં જાણ કરાઈ છે.

સ્માર્ટ સિટી અમદાવાદ (Ahmedabad)ના કોર્પોરેશનના વહીવટીતંત્રમાં દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એએમસીના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ (Fire and Emergency Department)ના 50થી પણ વધુ વાહનો સર્વિસ કે પેમેન્ટ ન થવાના કારણે બંધ પડ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ કાબુમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા ટર્ન ટેબલ તેમજ લેડર સહિતના અનેક વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. એમબ્યુલન્સ ઉપરાંત શબ વાહિની તથા ફાયર ફાઈટર સહિતના અનેક વાહનોની ઘણાં વર્ષોથી સર્વિસ કરવામાં આવી નથી. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કઇક અલગ કહી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે આગામી દિવસોમાં તમામ વાહનોની સર્વિસ થઈ જશે.

ફાયર વિભાગમાં જે તે સમયે માન, વોલ્વો, પેન્થર, મર્સીડીઝ અને ફોર્સ જેવી કંપનીઓના વાહન લેવામાં આવ્યા હતા. આ કંપનીઓ સાથેનો સર્વિસનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે.જયાં સુધી સર્વિસ, સ્પેર સ્પાર્ટસ અને ઈન્સપેકશન ચાર્જની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં ના આવે ત્યાં સુધી ફાયરના સમારકામ માંગતા વાહનોની સર્વિસ કે મરામત કરવાનો કંપનીઓ ઈન્કાર કરી રહી છે. ફાયર વિભાગ પાસે હાલની સ્થિતિમાં ફોરમેન, મિકેનીક, હેલ્પર સહિતના સ્ટાફનો અભાવ છે. ફાયરના વાહનો સેન્ટ્રલ વર્કશોપમાં રીપેર કરવા લેખિતમાં જાણ કરાઈ છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે એક ટર્ન ટેબલ લેડરની એક કરોડના ખર્ચે સર્વિસ કરવા આવી છે..અન્ય વાહનોનું પણ એસ્ટીમેટ કાઢવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં સર્વિસનું કામ પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો-

રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી, જાણો કઈ પોસ્ટ પર મંગાવાઈ છે અરજી

આ પણ વાંચો-

લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો