Monsoon 2024 : ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો મધ્ય ગુજરાત – સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો અલર્ટ

|

Jul 05, 2024 | 4:11 PM

ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જે પૈકી એક છે સાયક્લોનિક સરક્યુલેશન અને બીજી છે ઓફ શોર ટર્ફ. આ બન્ને સિસ્ટમને કારણે, ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.

ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જે પૈકી એક છે સાયક્લોનિક સરક્યુલેશન અને બીજી છે ઓફ શોર ટર્ફ. આ બન્ને સિસ્ટમને કારણે, ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો અલર્ટ જાહેર કરાયું છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ,અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video