Vadodara: સાંસદ મનસુખ વસાવાને ખેડૂતોએ ઘેરી લઈ વિરોધ કર્યો, પૂર પીડિતોને મળવા પહોંચ્યા હતા MP, જુઓ Video

| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:12 PM

વડોદરા જિલ્લાના શિનોરના સૂરાશામળ ગામે પૂર પીડિત લોકોને મળવા માટે પહોંચેલા સાંસદ સભ્ય મનસુખ વસાવાને રોષનો ભોગ બનવુ પડ્યુ હતુ. નદી કાંઠા વિસ્તારમાં ખેતીના તૈયાર પાક પૂરના પાણીમાં નિષ્ફળ થયો છે. આ દરમિયાન હવે સ્થાનિક ખેડૂતોને મળવા માટે મનસુખ વસાવા પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સાંસદ વસાવાને ઘેરી લીધા હતા. તેઓને ઘેરી લઈને લોકોએ પોતાનો રોષ દર્શાવ્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચોઃ  Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo

પૂર પીડિતોને મળવા પહોંચેલા સાંસદ વિસ્તારની મુલાકાત લઈને આશ્વાસન આપે એ પહેલા જ ખેડૂતોએ તેમને ઘેરીને પોતાને થયેલા નુ્કસાનને લઈ રોષ ઠાલવ્યો હતો. સાંસદનો વિરોધ કરીને પૂરને લઈ સવાલો કર્યા હતા. ખેડૂતોએ પણ સાંસદની સામે મોરચો માંડીને સહાય ચુકવવા માટેની માંગ કરી હતી. ફરીથી આ પ્રકારે પૂરની સ્થિતિ ના સર્જાય એનુ ધ્યાન રાખવા માટે રજૂઆત કરી હતી. શિનોર વિસ્તારમાં નર્મદાના પાણી ખૂબ જ નુક્સાન પહોંચાડ્યુ હતુ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 23, 2023 07:07 PM