AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot માંથી ઝડપાયો ઓનલાઇન QR કોડથી રમાતો ક્રિકેટ સટ્ટો, જુઓ Video

Rajkot માંથી ઝડપાયો ઓનલાઇન QR કોડથી રમાતો ક્રિકેટ સટ્ટો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:54 AM
Share

ઓનલાઇ સટ્ટો રમાડતા તત્વોને વિશ્વાસ હતો કે હાઇટેક તરકીબથી પોલીસની આંખમાં ધૂળ નાખી શકાશે.પરંતુ આખરે પોલીસને ગંધ આવી જ ગઇ અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે.

કહેવાય છે કે ગુનેગારો પોલીસથી એક કદમ આગળ ચાલતા હોય છે.કંઇક આવી જ ઘટના પ્રકાશમાં આવી રાજકોટમાં(Rajkot)જ્યાં પોલીસની નજરથી બચીને ઓનલાઇન સટ્ટો(Cricket Betting) રમાડવા માટે બુકીઓએ એક હાઇટેક રસ્તો શોધ્યો.પરંતુ બુકીઓની આ તરકીબ સફળ થાય તે પહેલા જ પોલીસે તેમના મનસુબા પર ફેરવી દીધુ છે પાણી.આજકાલ દેશમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની મોસમ જામી છે. ત્યારે રાજકોટમાં ખાનગી કાફેમાં ચાના કપ પર QR કોડ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડવાની ઘટનાનો પર્દાફાશ થયો છે.

હવે અહીં આપને આશ્ચર્ય થશે કે QR કોડ દ્વારા કેવી રીતે સટ્ટો રમાતો હશે. તો સટ્ટાની નવી મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો ચા પીવાના કપ પર સટ્ટાનો QR કોડ આપેલો હોય છે. QR કોડ સ્કેન કર્યા બાદ ઓનલાઇન સટ્ટાની લિંક ખુલે છે.

ID દ્વારા ગ્રાહકો સરળતાથી ઓનલાઇન સટ્ટો રમી શકે છે

આ લિંક ઓપન કરતા મોબાઇલમાં વોટ્સએપનો લોગો દેખાય છે.લોગો ક્લિક કરતા સામેના વ્યક્તિ સાથે સીધી વાત થઇ શકે છે. વોટ્સએપના માધ્યમથી સામેના વ્યક્તિ સાથે ચેટ કરી શકાય છે.સામેનો વ્યક્તિ સટ્ટો રમવા માટે ID બનાવવાની ઓફર કરે છે. આ ID બનાવવાની ઓફર સ્વીકારતા જે તે વ્યક્તિનું ખાતુ ખુલે છે અને આ ID દ્વારા ગ્રાહકો સરળતાથી ઓનલાઇન સટ્ટો રમી શકે છે.

સટ્ટાના નવા રેકેટ મામલે ACPએ ક્રાઇમ બ્રાંચના PSIને તપાસ સોંપી

ઓનલાઇ સટ્ટો રમાડતા તત્વોને વિશ્વાસ હતો કે હાઇટેક તરકીબથી પોલીસની આંખમાં ધૂળ નાખી શકાશે.પરંતુ આખરે પોલીસને ગંધ આવી જ ગઇ અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે.રાજકોટની ટી પોસ્ટમાંથી ઝડપાયેલા સટ્ટાના નવા રેકેટ મામલે ACPએ ક્રાઇમ બ્રાંચના PSIને તપાસ સોંપી છે.પોલીસને આશંકા છે કે આ એક રાષ્ટ્રીય કક્ષાનું રેકેટ હોઇ શકે છે.હવે પોલીસ તપાસમાં વધુ શું સામે આવે છે તે જોવું રહ્યું..

Published on: May 17, 2023 11:51 AM
g clip-path="url(#clip0_868_265)">