મહુવામાં ડુંગળીના ભાવ ₹3 થી ₹5 કિલોએ પહોંચ્યા, ચાર મહિનાની મહેનત બાદ પણ પાયમાલ થવાની સ્થિતિ

| Edited By: | Updated on: May 06, 2026 | 6:41 PM

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક વચ્ચે ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણ માત્ર ₹60 સુધી પહોંચતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. 50 ટકા નુકસાન વેઠીને ખેડૂતો પાક વેચવા મજબૂર બન્યા છે.

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ જે રીતે તળિયે બેસી ગયા છે તેનાથી ધરતીપુત્રોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. જે ડુંગળી માટે ખેડૂતોએ ચાર મહિના સુધી રાત-દિવસ મહેનત કરી હતી, તે હવે ₹3 થી ₹5 પ્રતિ કિલોના નજીવા ભાવે વેચાઈ રહી છે. ગુજરાતમાં ડુંગળીના કુલ વાવેતરના 45 ટકા હિસ્સો ધરાવતા ભાવનગરમાં સિઝનની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.

બજારની સ્થિતિ અને આવક

મહુવા યાર્ડમાં હાલમાં અંદાજે 5,000 ગુણી લાલ ડુંગળી અને 1 લાખ ગુણી સફેદ ડુંગળીની આવક થઈ છે. ભાવની વિગતો નીચે મુજબ છે: લાલ ડુંગળી: ₹60 થી ₹200 પ્રતિ મણ. સફેદ ડુંગળી: ₹215 થી ₹260 પ્રતિ મણ.

ખેડૂતોને આશા હતી કે તેમને પ્રતિ મણ ₹300 થી ₹400 નો ભાવ મળશે, પરંતુ વાસ્તવિકતામાં તેમને 50 ટકાથી વધુ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર ઉપરાંત અમરેલી અને ઉનાથી આવતા ખેડૂતો પણ અત્યારે હતાશ છે.

આગામી દિવસોમાં ભાવ વધુ તૂટવાની શક્યતા

મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, અંતિમ દિવસોમાં આવતી લાલ ડુંગળીની ગુણવત્તા નબળી હોવાને કારણે તેના ભાવ હજુ પણ ઘટી શકે છે. જોકે, સફેદ ડુંગળીના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતો સરકાર પાસે પૂરતા ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.

ડીઝલ કારના શોખીનો માટે મોટા સમાચાર ! જાણો કઈ મિડસાઈઝ SUV આપે છે સૌથી વધુ માઈલેજ

Follow Us
Loading...
Unable to load recommendations.