Mehsana: ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, આવક સામે જાવક ઓછી હોવાથી ભાવ ઘટ્યા

| Edited By: | Updated on: Mar 20, 2022 | 6:38 AM

ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી. હાલ પ્રતિ મણ ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યા છે જે ખેડૂતોને પરવડે એમ નથી.

મહેસાણા (Mehsana) જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું (Onion) પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. જો કે ડુંગળીના સારા ઉત્પાદનની સામે ખેડૂતોને (Farmers) ડુંગળીના ભાવ (Onion Price) પુરતા પ્રમાણમાં મળી રહ્યા નથી. જેના પગલે ડુંગળીના સારા ઉત્પાદન છતાં ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવકને પગલે ભાવમાં ઘટાડો થયો છે. હાલ ડુંગળીનો હોલસેલ ભાવ 8થી 12 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે.

જ્યારે રિટેલ ભાવ 20થી 30 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. એક સમયે ડુંગળીનો રીટેલ ભાવ 100 રૂપિયા આસપાસ હતો. જ્યારે હાલમાં મહેસાણા માર્કેટ યાર્ડમાં રોજની 120થી 130 ટન જેટલી ડુંગળીની આવક છે. જ્યારે તેની સામે 60થી 70 ટન ડુંગળીની જાવક છે. આવક સામે જાવક ઓછી હોવાને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી. હાલ પ્રતિ મણ ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યા છે, જે ખેડૂતોને પરવડે એમ નથી. હાલ ડુંગળીની મબલખ આવક માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે. સામે ભાવ પૂરા ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ડુંગળીના સારા ઉત્પાદન છતાં ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો- Ahmedabad : નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં, રોડ કપાતની નોટિસો બાદ સ્થાનિકોનો વિરોધ