ઇ-મેમો ભરવાનું ટાળવાની આદત હોય તો સુધારી લેજો, નહિંતર ખાવી પડશે જેલની હવા

ઇ-મેમો ભરવાનું ટાળવાની આદત હોય તો સુધારી લેજો, નહિંતર ખાવી પડશે જેલની હવા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2024 | 4:02 PM

ઈ-મેમોને નહીં ગણકારાઓ સામે હવે આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમદાવાદ પોલીસ દ્વારા આ અંગે વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે મુજબ હવે ભારત ભરમાંથી કોઈ પણ વાહન ચાલક ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો, તે વાહનને ચલણ કાપવામાં આવશે. જોકે આ મેમોનો દંડ નહીં ભરવામાં આવે તો જેલની હવા પણ ખાવી પડી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા વન નેશન વન ચલણ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન ચાલકો જો ટ્રાફિક મેમોને ગણકાર્યો નહીં હોય તો તેમની સામે જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ, નો-પાર્કિંગ અને હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમ ભંગને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા

જે નિયમ ભંગના સ્થળ પર જ દંડને મેમો આપીને વસૂલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વાહન ચાલક સ્થળ પર જ દંડની રકમ ભરી શકે છે, પરંતુ સ્થળ પર પૈસા ના ભરવા હોય તો તે ઈ-મેમો લઈ શકે છે. આમ ઈ-મેમો 90 દિવસમાં ભરવામાં નહિ આવે તો ત્યાર બાદ તે વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો ત્યાર બાદ 45 દિવસમાં ચલણ નહીં ભરાય તો સમન્સ નિકાળવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. ચલણ ભર્યા વિના જેતે વાહન વેચાણ ટ્રાન્સફર પણ નહીં કરી શકાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 17, 2024 03:59 PM
g clip-path="url(#clip0_868_265)">