Gujarati Video : ગુજરાતના તમામ 182 MLAને ટેકનોસેવી બનાવવાની દિશામાં સરકાર, ચોમાસા સત્ર પહેલા અપાશે ટ્રેનિંગ

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ સત્ર યોજાવાની શક્યતા છે. ત્યારે ચોમાસા સત્ર પહેલા તમામ MLAને અપાશે ટેબ્લેટ તથા ઓનલાઇન એપની ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ IAS અધિકારી વિજય નેહરા સમગ્ર પ્રોજેકટ સંભાળી રહ્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 27, 2023 | 4:29 PM

Gandhinagar : ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભાને હવે લોકસભા સાથે લિંક કરાશે. વન નેશન વન એપ હેઠળ ગુજરાતની વિધાનસભા પ્રથમ લોકસભા સાથે લિંક થનારી બનશે. જેનો ડેટા કેન્દ્ર સરકારની એપ સાથે કનેક્ટ થશે. સપ્ટેમ્બર પહેલા ગુજરાતમાં ઇ વિધાનસભા અમલમાં આવે તેવી પુરી શકયતા છે.

છેલ્લા 2 દિવસથી વિધાનસભામાં બેઠકનો દોર ચાલુ છે. તમામ 182 MLAને ટેબ્લેટ આપવામાં આવશે. સાથે જ વિધાનસભા ગૃહમાં પણ ટેબ્લેટ ઇન્સ્ટોલ કરાશે. ગૃહ દરમિયાન મતદારો પોતાના MLAની ઓનલાઇન સવાલ પણ પૂછી શકે અને ગૃહમાં તરત સવાલ MLA લઈ પૂછી શકે એવી સુવિધા પણ એપમાં ઉભી કરાઈ રહી છે.

આ પણ વાંચો-Gujarati video : MS યુનિવર્સિટીમાં AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ સત્ર યોજાવાની શક્યતા છે. ત્યારે ચોમાસા સત્ર પહેલા તમામ MLAને અપાશે ટેબ્લેટ તથા ઓનલાઇન એપની ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ IAS અધિકારી વિજય નેહરા સમગ્ર પ્રોજેકટ સંભાળી રહ્યા છે. 50થી વધુ ટેક્નિકલ સ્ટાફ દ્વારા એપ તથા ઇ વિધાનસભાને લઈને કવાયત હાથ ધરાઈ છે. 15 ઓગસ્ટ પહેલા એપ તથા ઇ વિધાનસભાને લઈ ટેક્નિકલ કામકાજ પૂર્ણ થાય એ રીતે કવાયત હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">