Gujarati video : MS યુનિવર્સિટીમાં AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી
કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ પાસે માથાકુટનો બનાવ બન્યો હતો, જે પછી મારામારી એટલી હદે થઈ કે તેમાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે.
Vadodara : વડોદરાની એમ એસ યુનિવર્સિટીની (MS university) કોમર્સ ફેકલ્ટીમાં (Commerce Faculty ) દેખાવો વખતે મારામારી થયાની ઘટના સામે આવી છે. AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ પાસે માથાકુટનો બનાવ બન્યો હતો, જે પછી મારામારી એટલી હદે થઈ કે તેમાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના કોમેન્ટ પાસ કરવા મુદ્દે બની હોવાનું જાણવા મળ્યું છે. વિજિલન્સ જવાનોની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
Follow Us
Latest Videos
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
