ગાંધીનગરના કલોલમાં કોલેરાના કહેરને લઇ આરોગ્યપ્રધાનની બેઠક, જુઓ Video

ગાંધીનગરના કલોલમાં કોલેરાની સ્થિતિ અંગે કલોલ નગરપાલિકા ખાતે બેઠક મળી. ઋષિકેશ પટેલે કલોલ CHC અને રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં કોલેરાગ્રસ્ત દર્દીઓના આરોગ્યપ્રધાને પુછ્યા ખબરઅંતર

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:55 PM

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ કહેર મચાવ્યો છે ત્યારે કલોલમાં સતત વધતા કોલેરાના કેસને લઇ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વહીવટી તંત્રને રોગચાળાને નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી. ત્યારે અમિત શાહની સૂચના બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કલોલમાં મહત્વની બેઠક કરી. કલોલ નગરપાલિકાની કચેરી ખાતે ઋષિકેશ પટેલે કલેક્ટર, ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કોલેરા અંગે સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : કલોલમાં કોલેરાને નાથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી તાકીદ, રોગચાળાને નિયંત્રણમાં લેવા કલેક્ટર સહિત તંત્રને આપી સૂચના

એટલું જ નહીં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી. સાથે સાથે અન્ય વિસ્તારોમાં કોલેરા ન પ્રસરી તેવા પગલા લેવા પણ તંત્રને તાકીદ કરી છે. તો બેઠક બાદ ઋષિકેશ પટેલ CHC અને રેફરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યા સારવાર લઇ રહેલા દર્દીઓને મળ્યાં હતા અને ખબરઅંતર પુછ્યાં હતા.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">