મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, બે સામે કરાઈ કાર્યવાહી

મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, બે સામે કરાઈ કાર્યવાહી

| Edited By: | Updated on: Dec 01, 2023 | 11:25 PM

મહેસાણા જિલ્લામાંથી પણ પોલીસ હવે જાગી હોય એમ દરોડો પાડતા નશીલી સિરપની અઢી હજાર જેટલી બોટલોને જપ્ત કરીને કાર્યવાહી કરી છે. મહેસાણા શહેર અને ઉંઝામાંથી પોલીસે દરોડો પાડીને નશીલા સિરપના કારોબારને ઝડપીને હવે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બંને ઘટનાઓમાં કાર્યવાહી કરીને બોટલના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ખેડાની ઘટના બાદ હવે રાજ્યના અનેક જિલ્લાઓની પોલીસ સતર્ક થઈ છે. એકાએક જ કાર્યવાહી શરુ કરવામાં આવતા હવે મહેસાણા પોલીસે પણ 2 સ્થળો પરથી નશીલા સિરપના જથ્થાને ઝડપી લીધો છે. મહેસાણા પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમનો દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા એરપોર્ટ પાછળના વિસ્તારમાંથી દરોડા દરમિયાન 57 બોક્સ નશાકારક સિરપના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં 2313 બોટલને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

જયારે ઉંઝાના જય વિજય રોડ પર પણ એક પાર્લર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 121 બોટલ નશીલા સિરપની મળી આવી હતી. બંને ઘટનાઓમાં પોલીસે જથ્થો જપ્ત કરીને તપાસ શરુ કરી છે. જથ્થો ક્યા અને કોને વેચવામાં આવતો એ તમામ બાબતોની તપાસ શરુ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 01, 2023 11:24 PM