Gandhinagar Video : ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, લાખોના દારુ સાથે એક આરોપીની ધરપકડ, 2 ફરાર

Gandhinagar Video : ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, લાખોના દારુ સાથે એક આરોપીની ધરપકડ, 2 ફરાર

| Edited By: | Updated on: Apr 20, 2024 | 3:44 PM

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે.ગાંધીનગરના છત્રાલ પાસે ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપ્યો છે. બુટલેગર ટ્રકમાં ચોર ખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે.ગાંધીનગરના છત્રાલ પાસે ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપ્યો છે. બુટલેગર ટ્રકમાં ચોર ખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે.

LCBએ 62 પેટી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 13.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.ટ્રકમાં સવાર ત્રણ માંથી 1 આરોપીની ધરપકડ 2 આરોપી ફરાર થયા હતા.

બીજી તરફ આ અગાઉ પાટણમાં જીપના ઠાલામાં ઘાસચારામાં દારુનો જથ્થો સંતાડીને હેરાફેરી થતુ હોવાનું સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચે 2 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો