મોંઘવારીનો ફરી માર !! આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો
4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી તેલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી તેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 9મી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના (Petrol -diesel) ભાવમાં (Price Hike) ફરી વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 82 પૈસાનો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં પેટ્રોલમાં 6.31 અને ડીઝલમાં 6.57 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે હવે પેટ્રોલનો નવો ભાવ 101.5 રૂપિયા તો ડીઝલનો નવો ભાવ 96.02 રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી તેલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી તેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 9મી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આ દરમિયાન રાજધાની દિલ્હીમાં માં છેલ્લા 9 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 5.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પણ તેલના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 85 પૈસા મોંઘુ થયું છે. જે બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 115.88 રૂપિયા અને ડીઝલ 100.10 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જો કાચા તેલની કિંમતોની વાત કરીએ તો આમાં પણ હાલ કોઈ રાહત નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ છે અને બુધવાર 30 માર્ચે તેની કિંમત બેરલ દીઠ 111.4 ડોલરના સ્તરે રહી છે. આજે WTI ક્રૂડની કિંમત 105.2 ડોલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 111.4 ડોલર છે.
આ પણ વાંચો : Gujarat માં આગામી બે દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરશે
આ પણ વાંચો : નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે તથ્ય ન હોવાનો પુત્ર શિવરાજ પટેલનો દાવો