Breaking News : અમદાવાદમાં પ્રાણીઓના ચામડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પર્દાફાશ, ચંદનચોર વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતા વેપારીની ધરપકડ

અમદાવાદમાં પ્રાણીઓના ચામડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પર્દાફાશ થયો છે. જેમાં ચંદનચોર વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતો બોડકદેવનો વેપારી ઝડપાયો છે. તેની સામે 35 લાખના હાથીદાંત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદમાં પ્રાણીઓના ચામડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પર્દાફાશ, ચંદનચોર વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતા વેપારીની ધરપકડ
Ahmedabad Crime
Follow Us:
| Updated on: Jun 01, 2023 | 11:17 AM

Ahmedabad : અમદાવાદમાં(Ahmedabad) પ્રાણીઓના ચામડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પર્દાફાશ થયો છે. જેમાં ચંદનચોર વિરપ્પન (Virrapan ) ગેંગ સાથે સંપર્ક ધરાવતો બોડકદેવનો વેપારી ઝડપાયો છે. તેની સામે 35 લાખના હાથીદાંત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાણીઓના ચામડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીમાં ચંદનચોર વિરપ્પન ગેંગના આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરાઇ છે.વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતા બોડકદેવના આરોપી પ્રકાશ કાકલિયાની ધરપકડ કરવામાં આવી છે.

વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતો બોડકદેવનો વેપારી પ્રકાશ કાકલિયા પ્રાણીઓના ચામડા અને હાથી દાંતની આંતરરાષ્ટ્રીય તસ્કરીના રેકેટમાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.35 લાખના હાથ દાંતના કેસમાં આરોપી પ્રકાશ કાકલિયા સામેલ હોવાનું સામે આવ્યું હતું.

જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પ્રકાશ કાકલિયાને ઝડપી પાડ્યો હતો અને તમિલનાડુ ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરી હતી.જેથી તમિલનાડુ ફોરેસ્ટ વિભાગની ટીમ અમદાવાદ પહોંચી હતી.મહત્વનું છે કે તમિલનાડુના તિરૂચિરાપલ્લી રેન્જ ત્રિચીમાંથી પ્રાણીઓના ચામડાની તસ્કરી કેસમાં પોલીસે કેટલાક આરોપીને ઝડપ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેઓ ચંદનચોર વિરપ્પન ગેંગ અને અમદાવાદના વેપારી પ્રકાશ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો હતો. તસ્કરીમાં પ્રકાશ મુખ્ય સૂત્રધાર હોવાની વિગતો મળી હતી.એટલું જ નહીં તમિલનાડુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રકાશ 1992 થી 20006ના સમયગાળા દરમિયાન તમિલનાડુના સેલમ વિસ્તારમાં દરજી કામ કરતો હતો

દરજી કામ કરતા સમયે તેનો સંપર્ક જંગલી પ્રાણીઓના ચામડા અને હાથી દાંતની તસ્કરી કરતા લોકો સાથે થયો હતો..એટલું જ નહીં આરોપી પ્રકાશ અવારનવાર વિરપ્પનના ગામ કોલતુરમાં અવરજવર કરતો હતો અને પ્રાણીઓના ચામડા, હાથી દાંતની તસ્કરી કરતા આંતરરાષ્ટ્રીય એજન્ટ બન્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">