Heera ba death: મોદીનું વતન વડનગર હિબકે ચડયું, હીરા બાના બહેનપણી શકરી બા એ આપી શ્રદ્ધાંજલિ

Heera ba death: મોદીનું વતન વડનગર હિબકે ચડયું, હીરા બાના બહેનપણી શકરી બા એ આપી શ્રદ્ધાંજલિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 11:07 AM

વહેલી સવારે હીરા બાએ (heera ba) અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. હીરા બાના નિધનના સમાચારે વતન વડનગરમાં શોકનો માહોલ છવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના હીરાબાનું નિધન થયું છે. વહેલી સવારે હીરા બાએ અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. હીરા બાના નિધનના સમાચારે વતન વડનગરમાં શોકનો માહોલ છવાયો છે. મહેસાણામાં મોદીના માદરે વતન વડનગરમાં આડોશી-પાડોશીઓમાં શોકનો માહોલ છવાયો છે. મોદીના વડનગરમાં પિતૃક ઘર આસપાસ રહેતા સ્વજનો, લોકો અને હીરા બાની સખીઓ પણ ભાવુક થઇ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

વડનગર હિબકે ચડયું, હીરાબાની સખીની શકરી બાની શ્રદ્ધાંજલિ

માતા હીરા બાના નિધનના સમાચાર મળતાની સાથે સમગ્ર વડનગર હિબકે ચડ્યું હતું. જે ઘરમાં માતા હીરા બાએ જીવનના દુખ-સુખના દિવસો જોયા છે. તે ઘરની આસપાસ રહેતા સ્વજનોની આંખોના આંસુ સુકાતા ન હતા. માતા હીરા બાના સખી શકરી બાએ રામ…રામ…નું રટણ કરીને બાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દુખદ સમાચારે સખી શકરી બાએ હીરા બા સાથે સંસ્મરણોને વાગોળ્યા હતા. હીરા બાના સ્વભાવના વખાણ કરતા શકરી બાના આંખુ ભીની થઇ ગઇ હતી. હીરા બાએ ભૂતકાળમાં કેવા દુખ અને સુખના દિવસો વિતાવ્યા છે તેને શકરી બાએ યાદ કર્યા હતા. શકરી બાએ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હીરા બાની જીવનશૈલીના વખાણ કર્યા હતા.

હીરાના નિધનના સમાચારથી સમગ્ર વડનગરમાં દુખ છવાયું છે. અને, વડનગરની જનતાએ શોક પાળ્યો હતો. અને માતા હીરા બાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તો વડનગરમાં વહેલી સવારથી જ વેપારીઓએ બજારો બંધ રાખી હતી. અને, માતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

Published on: Dec 30, 2022 11:05 AM
g clip-path="url(#clip0_868_265)">