આદિવાસી સમાજનો વિકાસ : છોટાઉદેપુરમાં વન અધિકાર અને પેસા કાયદાની અમલવારી મામલે અધિકારીઓએ કર્યુ ચેકિંગ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:12 AM

રાષ્ટ્ર્રીય જન જાતિ આયોગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. વન અધિકાર કાયદો અને પેસા કાયદાની યોગ્ય રીતે અમલવારી થાય છે કે નહીં તે અંગે આયોગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.

જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓ વર્ષોથી પોતાના હકનો દાવો કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર્રીય જન જાતિ આયોગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. વન અધિકાર કાયદો અને પેસા કાયદાની યોગ્ય રીતે અમલવારી થાય છે કે નહીં તે અંગે આયોગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે આયોગના અધિકારીઓએ આદિવાસી સમાજના જે દાવા પેન્ડિંગ છે તેનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઇને ન હટાવવાનો આદેશ પણ કર્યો છે.

પેન્ડિંગ દાવાના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવી

છોટા ઉદેપુર જિલ્લાના આશરે 3 હજાર લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રાષ્ટ્રીય જન જાતિ આયોગના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે. જેમાં મુખ્યત્વે સામુહિક વન અધિકાર આપવાની રજૂઆત કરાઇ છે. તથા જેમને ઓછી જમીન અપાઇ છે. તેવા કેસોની પુન:ચકાસણી કરવી તથા પેન્ડિંગ દાવાના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવી અને ગીર ફાઉન્ડેશનનો રિપોર્ટ પુરાવા સાથે રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ છે.

Published on: Feb 14, 2023 09:03 AM