Ahmedabad: આનંદ નિકેતનની શાળાના એક ક્લાસમાં ભૂલથી ડ્રગ્સ-ન્યૂડીટીની ફિલ્મ શરૂ થઇ ગઇ, જૂઓ Video
આનંદનિકેતન સ્કૂલ (Anandaniketan School) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં ધોરણ પાંચના ક્લાસરૂમમાં અચાનક ડ્રગ્સ (drugs) અને ન્યૂડીટી ધરાવતી ફિલ્મ શરૂ થઇ જતા વિવાદ થયો છે. સ્કૂલના શિક્ષિકાએ મંજૂરી વિના ધોરણ પાંચના સામાજિક વિષયને લગતું કન્ટેન્ટ સમજાવવા માટે વીડિયો શરૂ કર્યો હતો, પરંતુ અચાનક ન્યૂડ ફિલ્મની લીંક ઓપન થઇ હતી અને વિદ્યાર્થીઓએ થોડાક સમય માટે ડ્રગ્સ અને ન્યૂડીટી ધરાવતી ફિલ્મ જોઇ હતી.
Ahmedabad : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન સ્કૂલ (Anandaniketan School) ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સ્કૂલમાં ધોરણ પાંચના ક્લાસરૂમમાં અચાનક ડ્રગ્સ (drugs) અને ન્યૂડીટી ધરાવતી ફિલ્મ શરૂ થઇ જતા વિવાદ થયો છે. સ્કૂલના શિક્ષિકાએ મંજૂરી વિના ધોરણ પાંચના સામાજિક વિષયને લગતું કન્ટેન્ટ સમજાવવા માટે વીડિયો શરૂ કર્યો હતો, પરંતુ અચાનક ન્યૂડ ફિલ્મની લીંક ઓપન થઇ હતી અને વિદ્યાર્થીઓએ થોડાક સમય માટે ડ્રગ્સ અને ન્યૂડીટી ધરાવતી ફિલ્મ જોઇ હતી. તો બીજી તરફ સમગ્ર ઘટના પર સ્કૂલ સંચાલકોએ ઢાંકપિછાડાનો પ્રયાસ કર્યો અને તમામ વાલીઓને બોલાવી સમજાવી લીધા છે. એટલું જ નહીં શિક્ષિકાને સૂચના આપી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તાકિદ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos